આણંદ ખાતે તા. ૨૭મી જુનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ http://swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૬/૨૦૨૪ એમ લખવાનું રહેશે. અરજદારે … Continue reading આણંદ ખાતે તા. ૨૭મી જુનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે